તાપી જિલ્લાના ખેડૂતો માટે બાગાયત સહાયલક્ષી યોજનાઓના લાભ મેળવવા માટે i-Khedut Portal 2.0 ખુલ્લું મુકાયુ

Contact News Publisher

ફળ, શાકભાજી, ફૂલ તથા આધુનિક ખેતી પદ્ધતિઓ પર સહાય માટે ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજીઓ કરી શકાશે

 

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા. ૨૭. રાજ્યના બાગાયત ખાતા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેડૂતોને વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવા હેતુસર i-Khedut Portal 2.0 ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ યોજનાઓ હેઠળ ફળ પાકો જેમ કે આંબા, લીંબુ, ચીકુ, પપૈયા, નાળિયેર સહિત શાકભાજી અને ફૂલોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉપરાંત ટિશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટિરિયલ, બાગાયતી પાકોની પ્રોસેસિંગ યુનિટ, વોટર સોલ્યુબલ ખાતર, પ્લાસ્ટિક મલ્ચિંગ, તેમજ ક્રોપ કવર/શેડ નેટ જેવી આધુનિક ખેતી પદ્ધતિઓ માટે પણ સહાય આપવામાં આવશે.આ યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી સ્વીકારવામાં આવશે.

જિલ્લાના ઇચ્છુક ખેડૂતોને અનુરોધ છે કે તેઓ i-Khedut Portal 2.0 (www.ikhedut.gujarat.gov.in) પર નોંધણી કરી નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરે. અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તથા અરજી પૂર્ણ થયા બાદ તેની પ્રિન્ટ કાઢી પોતાના રેકોર્ડ માટે સાચવી રાખવાની રહેશે

વધુ માહિતી માટે જિલ્લા બાગાયત કચેરી, તાપી અથવા તાલુકા બાગાયત અધિકારીનો સંપર્ક કરવા તેમજ ફોન નં. ૦૨૬૨૬-૨૨૧૪૨૩ પર સંપર્ક કરવા નાયબ જિલ્લા બાગાયત અધિકારી ,તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *