માંગરોળ તાલુકાનાં કેવડી ગામે એક કપલના મકાનમાં સાત સહીત અન્ય શખ્સોએ પ્રવેશ કરી  પત્નીની બદ ઈરાદાથી લાજ લેવાનો પ્રયત્ન કરી  :  પતિ-પત્નીને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :    માંગરોળ તાલુકાનાં કેવડીકુંડ ગામે, ગામનાં પાંચ જેટલાં શખ્સોએ, એક પરિવારના મકાનમાં પ્રવેશ કરી, પત્નીની બદ ઈરાદાથી લાજ લેવાનો પ્રયત્ન કરી, પતિ-પત્નીને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

કેવડીકુંડ ગામે નિશાળ ફળિયામાં રહેતાં , મુકેશભાઈ વેચાણ વસાવાનાં મકાનમાં આજ ગામનાં કૌશિક બીપીન વસાવા, જીતુભાઇ સોનજી વસાવા, શેલેશભાઈ છત્રસિંહ વસાવા, બાબુભાઇ ગામતાભાઈ વસાવા, અજીત બાબુ વસાવા, રીપીન ઉર્ફે બીપીન વસાવા, ધર્મેશ બાબુ વસાવા, તથા અન્ય બીજા  શખ્સો આ તમામ આરોપીઓએ એક બીજાની મદદગારી કરી, એક સંપ થઈ ગુનાહિત કાવતરૂ રચી, પોતાનો ઈરાદો પાર પાડવા માટે મુકેશભાઈ વસાવાનાં મકાનમાં ગુનાહિત અપ પ્રવેશ કરી, મુકેશભાઇનાં પત્ની નામે શકુંતલાબેનની બદ ઈરાદાથી લાજ લેવાનો પ્રયત્ન કરી, પતિ-પત્નીને લાકડાનાં સપાટાથી માર મારી, ગંભીર ઇજાઓ કરી, મુકેશભાઈની માલીકીની ઇકો ગાડી જી.જે.-૧૬-બી.કે.-૧૮૮૬ નો આગળનો કાચ તથા ચાલક બેસે તે સાઈડનો બારીનો કાચ તોડી નુકશાન કર્યું છે, મુકેશભાઇનાં જમણા પગે  ઘૂંટણમાં, પગનાં ટચીયામાં ફ્રેકચર કરી, ડાબા પગે સાધારણ ઇજાઓ કરી, કમરનાં ભાગે તથા બરડા ઉપર તથા બને ખભાના ભાગે અને છાતીના ભાગે ઓછી વતી ગંભીર ઇજાઓ કરી, એમની પત્ની શકુંતલાબેનને જમણા હાથે કાડાંમાં  ફ્રેકચર કરી , માથાનાં ભાગે લાકડાનાં સપાટા મારી ગંભીર ઇજાઓ પોહચાડી, શરીરે ઓછીવતી ગંભીર ઇજાઓ કરી જાનથી જાનથી મારી નાખવાની ધમકી આપી આ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, આ બંનેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, માંગરોળ પોલીસે બારડોલી જઈ આ ફરિયાદ લઈ, ઉપરોક્ત સાત તથા અન્ય શખ્સો સામે એફ.આઇ.આર. દાખલ કરી, વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *