ડોલવણના પાટી ખાતે યોજાયેલા આંખ નિદાન અને સારવાર કેમ્પમાં 180 દર્દીઓએ લાભ લીધો
28 દર્દીઓ આંખના ઓપરેશન માટે માંડવી દાખલ અને સ્થળ પર 102 દર્દીઓને રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ અને ડોલવણ તાલુકા ટીચર સોસાયટી આયોજિત દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવીના આંખના નિષ્ણાંત તબીબો દ્વારા તા. 26.3.2026ના રોજ યોજાયેલ આ કેમ્પમાં ડોલવણ,પાટી કોસમકુવા તેમજ આજુબાજુના ગામોના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીએ લાભ લીધો હતો જે પૈકી 180 દર્દીઓ તપાસ કરવામાં આવી હતી અને તે પૈકી 28 દર્દીઓને માંડવી ખાતે તેજસ આંખની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 102 જેટલા દર્દીઓને સ્થળ ઉપર રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા . આંખની અન્ય બીમારીના નવ જેટલા દર્દીઓને રિફર કરવામાં આવેલ છે..
ડોલવણ તાલુકાના પાટી ખાતે કુથિયા ટાકા ડુંગરી પાસે આવેલ ટીચર સોસાયટીના હોલમાં તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા યોજાયેલા કેમ્પમાં ટીચર સોસાયટીના મંત્રી શ્રી પ્રકાશભાઈ માજી મંત્રી શ્રી અશોકભાઈ માજી પ્રમુખશ્રી ચંદ્રસિંહભાઈ અને તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત ખાસ ઉપસ્થિત રહી જરૂરિયાત મંદ દર્દીઓને મફત સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
