ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં નાના ભૂલકાઓએ હરખભેર શ્રીરામ અને સીતાનો વેશ ધારણ કરી રામનવમી પર્વની ઉજવણી કરી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મનાં લોકો રામનવમીને પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે. પ્રભુ શ્રીરામ પ્રત્યેની શ્રધ્ધા વિદેશોમાં પણ એટલી જ છે જેટલી ભારતવર્ષમાં છે. શ્રીરામ એક એવાં પુત્ર પણ હતાં કે જેણે પિતા, માતા, પત્ની, ભાઈભાંડુ, ગુરુ, કુટુંબ સહિત સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્યતિત કર્યુ હતું. શ્રીરામ આબાલવૃદ્ધનાં આદર્શ છે ત્યારે આ વાતને ઉજાગર કરવાનાં નિર્દોષ ભાવ સાથે ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં નાના ભૂલકાઓએ હરખભેર શ્રીરામ અને સીતાનો વેશ ધારણ કરી આ પર્વની ઉજવણી કરવા તલપાપડ બન્યાં હતાં, જે પ્રસંગ કેમેરામાં કેદ થયો હતો.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
