તાપી જિલ્લા વહીવટી તંત્ર અને IOCL દ્વારા ઉકાઈના ગુણસદા ગામે ‘ઓફ-સાઇટ મોક ડ્રિલ’ યોજાઈ

0
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 20 :- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL), પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સના સોનગઢ પંપ સ્ટેશન દ્વારા શુક્રવારે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગુણસદા ગામ ખાતે ‘ઓફ-સાઇટ મોક ડ્રિલ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન સોનગઢના ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) શ્રી જી. સી. વહાણે અને તેમની ટીમ દ્વારા પાઇપલાઇનમાં થતી ચોરી અટકાવવા અને સંભવિત દુર્ઘટના સમયે સાઇટ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

IOCL ની ટીમ દ્વારા આધુનિક ટેકનોલોજી જેવી કે ‘મોબાઇલ ઓઇલ સ્પિલ રિકવરી યુનિટ’ (MOSRU) દ્વારા ઢોળાયેલ પેટ્રોલિયમને પુનઃપ્રાપ્ત કરવાની પદ્ધતિ, પાઇપલાઇન રિપેરિંગના ખાસ સાધનો, પેટ્રોલિયમ વેપર્સની તપાસ માટે ‘એક્સપ્લોઝીમીટર’ અને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે ‘SCABA’ (સેલ્ફ-કન્ટેન્ડ બ્રીધિંગ એપરેટસ) ના ઉપયોગનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પ્રશાસને IOCL અને અન્ય તમામ ટીમોની સજ્જતા અને સુરક્ષા પ્રોટોકોલના ચુસ્ત પાલન બદલ ભારે પ્રશંસા કરી હતી. આ સંયુક્ત કવાયત દ્વારા કટોકટીના સમયે વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને મજબૂત બનાવવામાં આવ્યું હતું, જેનાથી જિલ્લા વહીવટીતંત્ર અને IOCL ની ટીમમાં આત્મવિશ્વાસ વધ્યો છે.

આ સફળ મોક ડ્રિલનો મુખ્ય હેતુ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં જાન-માલનું નુકસાન ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

આ કવાયતમાં ઇન્ચાર્જ મામલતદારશ્રી રાકેશ રાણા, ડિઝાસ્ટર ડીપીઓશ્રી કરન ગામીત, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી તેજસ ચૌધરી, સોનગઢ ફાયર બ્રિગેડ, પોલીસ-આરોગ્ય વિભાગ તેમજ જે.કે. પેપર અને GSECL ઓએ સક્રિયપણે જોડાઈને આપત્તિ વ્યવસ્થાપનમાં સહભાગીતા નોંધી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other