તાપી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૨૭ થી ૩૧ જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ ઉજવાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 27 :- ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી વિશે માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષણ વિભાગના પરામર્શમાં રહી તા.૨૭ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રાજ્યની સાથે તાપી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૬”ની ઉજવણી કરાશે.

નોંધનીય છે કે, તા. ૨૭ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો. આ ઉજવણી દરમિયાન ફાયર સેફટી ડેમોસ્ટ્રેશન, એન.ડી.આર.એફનું રેસ્ક્યુ નિદર્શન, મોકડ્રીલ, શોધ અને બચાવ, પ્રાથમિક સારવાર અંગે સમજ, ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ, તેમજ શાળાઓમાં આઈ.ઈ.સી મારફતે આપત્તિ, જોખમ, અસુરક્ષિતતા અને ક્ષમતાની સમજ, તેમજ શાળા આપતી વ્યવસ્થાપન યોજનાની સમજ આપવી અને ચિત્ર, નિબંધ તેમજ વકૃત્વ સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવામાં આવશે. તેમ, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, તાપી-વ્યારા તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *