ઉચ્છલ-બાબરઘાટ ખાતે 77મી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પ્રાકૃતિક ખેતીનો સશક્ત સંદેશ
કુદરતી ખાતરો અને મિલેટ્સના મહત્વને ઉજાગર કરતું પ્રાકૃતિક કૃષિ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 27 : તાપી જિલ્લાના ઉચ્છલ-બાબરઘાટ ખાતે યોજાયેલી 77મી પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીમાં પ્રદર્શિત થયેલા કુલ 11 ટેબ્લોમાંથી પ્રાકૃતિક કૃષિ આધારિત ટેબ્લો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ટેબ્લોએ પ્રાકૃતિક ખેતી અને કુદરતી ખાતરોના ઉપયોગ દ્વારા જમીનની ગુણવત્તા તથા ફળદ્રુપતા વધારવા સાથે ખેડૂતોની સમૃદ્ધિ અને આરોગ્યના સંરક્ષણનો સશક્ત સંદેશો આપ્યો હતો.
ટેબ્લોમાં જીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક જેવી કુદરતી કૃષિ પદ્ધતિઓ, પ્લગ નર્સરીમાં ધરૂ ઉછેરની આધુનિક રીતો તેમજ ભવિષ્યના વિશ્વ માટે એક સ્થાયી ઉકેલરૂપે મિલેટ્સનું મહત્વ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
