ડાંગ જિલ્લા કક્ષાની “ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ–2026” માં સુબીર તાલુકાનો દબદબો, સુબીર-A ટીમ બની ચેમ્પિયન

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની “ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ–2026” રમતગમત અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ ટુર્નામેન્ટમાં સમગ્ર જિલ્લાના શિક્ષકોએ મેદાન પર ઉતરી પોતાની ખેલદિલીનો પરિચય આપ્યો હતો, જેમાં સુબીર તાલુકાની ટીમોએ શાનદાર પ્રદર્શન કરી મેદાન માર્યું હતું.આ ટુર્નામેન્ટના પ્રારંભ અને ઇનામ વિતરણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આહવા તાલુકા પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, તેમજ કેળવણી નિરીક્ષક વિજયભાઈ ખાંભુ સહિતના મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેન્દ્રભાઈ ગાવિત, મહામંત્રી ચિંતન પટેલ, ખજાનચી દલપતભાઈ પટેલ અને રાજ્ય સંઘના હોદ્દેદાર વિજયભાઈ પડેર સહિત જિલ્લા-તાલુકા સંઘના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.ટુર્નામેન્ટમાં જિલ્લાના ત્રણેય તાલુકાની કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો.રસાકસીભરી મેચોના અંતે સુબીર તાલુકાની A ટીમ ચેમ્પિયન જાહેર થઈ હતી, જ્યારે સુબીર તાલુકાની જ B ટીમ રનર્સ-અપ રહી હતી.મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સમેન ભૈરવસિંહ (સુબીર ટીમ) રહ્યા હતા.અને બેસ્ટ બોલર કમલેશભાઈ રહ્યાં હતાં.તેમજ મેન ઓફ ધ સિરીઝ મનસુભાઈ રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આવા આયોજનોથી શિક્ષકોમાં સંગઠનશક્તિ મજબૂત બને છે અને રમતગમત દ્વારા સ્વાસ્થ્ય તેમજ રાષ્ટ્રભાવના જળવાઈ રહે છે.” મહામંત્રી ચિંતન પટેલે આભાર વિધિ કરતા ટુર્નામેન્ટને સફળ બનાવનાર તમામ શિક્ષકો અને સહયોગીઓનો આભાર માન્યો હતો.વિજેતા ટીમો હવે આગામી સમયમાં યોજાનારી ઝોન કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે માટે તમામ મહાનુભાવોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *