ખોડતળાવ ખાતે ‘ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

0
IMG-20251230-WA0007
Contact News Publisher

તાપી જિલ્લાની મહિલાઓને ઘરેલું હિંસાથી સુરક્ષા અને સરકારી કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 30.  :- તાપી જિલ્લાની પ્રત્યેક નારીને સશક્ત કરવાના ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલના નેતૃત્વ હેઠળ વિભાગ દ્વારા મંગળવારે વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

આ તકે, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઇ વસાવા દ્વારા ઉપસ્થિત મહિલાઓને ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ની વિવિધ કલમો અને કાયદાકીય જોગવાઈઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના DHEW વિભાગના કર્મચારીશ્રી જીગ્નેશભાઇ ગામીતે સરકાર દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપીને મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કર્યા હતા.

નોંધનીય છે કે, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી મીનાબેન પરમારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાઓ માટે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ, PBSC સેન્ટર અને VMK ની ભૂમિકા વિશે વિગતવાર જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે કચેરી દ્વારા વિવિધ યોજનાકીય માર્ગદર્શિકા (IEC) સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખોડતળાવના સરપંચ શ્રીમતી નિંજાબેન ચૌધરી, મિશન મંગલમના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર રીનાબેન, DHEW સ્ટાફ, OSC અને VMK સ્ટાફ સહિત ગ્રામીણ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *