વિદ્યા ગુર્જરી શાળામાં ‘વીર બાળ દિવસ’ ની ઉજવણી કરાઈ

0
IMG-20251226-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા.26/12/2025 ને શુક્રવારના રોજ ‘વીર બાળ દિવસ’ ની ઉજવણી ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લો તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાર્થનાવૃંદ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દ્વારા મહેમાનશ્રીઓને શાબ્દિક તથા પુષ્પગૂચ્છથી ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો.
સમારંભના અધ્યક્ષ તેમજ ‘વીર બાળ દિવસ’ ના તાપી જિલ્લાના સંયોજક માંનશ્રી કુલીનભાઈ એસ. પ્રધાન દ્વારા એમના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું આ દિવસને ભારતના વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. તેના અનુસંધાને આજે આ કાર્યક્રમ ઉજવાય રહ્યો છે. શીખોનો દસમાં ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના બે બાળકો જેને સાહેબજાદો-જોરવરસિંહ અને બાબા ફતેસિંહના નામથી ઓળખવામાં આવે છે. જે સમયે તેમણે ધર્મ પરિવર્તનના વિરોધમાં બલિદાન આપ્યું તે સમયે એમની ઉમર માત્ર છ વર્ષ અને નવ વર્ષ હતી તેમણે ધર્મ, સચ્ચાઈ અને માનવતાની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. એમનું સાહસ આજે પણ દેશને પ્રેરણા આપે છે. એમના વિષયે એમણે આ દિવસનો ટૂંકો ઇતિહાસ પણ રજુ કરેલ. ત્યારબાદ ‘વીર બાળ દિવસ’ ના સહ સંયોજક શ્રી વિશાલભાઈ પટેલે પણ આ દિવસના અનુસંધાને ઈ.સ. 1705 ની આસપાસ પંજાબ મુગલ શાસકોનો અત્યાચાર વધી ગયો હતો. મુગલસેના ગુરૂગોવિંદસિંહજીને પકડવા ઈચ્છતી હતી આ કારણથી એમણે પોતાનો પરિવાર છોડવો પડ્યો હતો. એમના મોટા બે બાળકો યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા. નાના બે બાળકોને મુગલ શાસકોએ ધર્મપરિવર્તન માટે દબાવ બનાવ્યો પણ તેમણે શીખ ધર્મ છોડવાની મનાઈ કરી ત્યારબાદ તેમને દીવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા હતા. આ ઘટના અનુસંધાનમાં તેમણે બાળકોના આવા મહાનવીરો અને સંતોના લેખો વાચવા માટે તેમજ આજના મોબાઈલ યુગમાં મોબાઈલનો સદઉપયોગ કરી આવા દેશના માટે બલીદાન આપનારા લડવૈયાઓનો ઈતિહાસ જાણવા માટે જણાવેલ અને પોતાના વક્તવ્યને વિરામ આપેલ.
આ કાર્યક્રમમાં શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી માનશ્રી કેયુરભાઈ જે. શાહ, શ્રી વિપુલભાઈ ગામીત (પ્રમુખ,વ્યારા,તા.ભાજપ), શ્રી અક્ષય ભાઈ પંચાલ (પ્રમુખ, યુવા મોરચા ભાજપ),શ્રી વિમલભાઈ ગામીત (મહા મંત્રી વ્યારા તા. ભાજપ), શ્રી મનિષભાઈ ગામીત (ઉપપ્રમુખ વ્યારા તા.ભાજપ) ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરેલ. ભારત સરકારના પરિપત્ર અનુસાર ‘વિકસિત ભારત વિઝન’ સાથે ‘વીર બાળ દિવસ’ ની ઉજવણીના અનુસંધાને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.
આ પ્રસંગે માંનશ્રી કુલીનભાઈ એસ. પ્રધાન

તરફથી શાળાને ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન’ પુસ્તકની શુભેચ્છા સહ ભેટ આપવમાં આવેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other