સોનગઢ નગરમાંથી ગેર કાયદેસર સ્ફોટક ફટાકડાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીમ્બાચીયા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઈ. ડી.આર. પ્રજાપતિ તેમજ સ્ટાફના માણસો સોનગઢ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે, સોનગઢ ટાઉનમા દેવજીપુરા વિસ્તારના પીપળ ફળીયામા રહેતા સાદીકઅલી અફઝલઅલી ભોજાણી પોતાના કબ્જાવાળી રેહણાંક બીલ્ડીંગમાં આજુબાજુ રેહણાંક વિસ્તાર હોવા છતા ગે.કા. રીતે વગર પરવાને કોઈ પણ જાતની સેફ્ટી રાખ્યા સિવાય લોકોની તેમજ પોતાની જીંદગી જોખમમા મુકાય તે રીતે સ્ફોટક ફટાકડા રાખે છે અને હાલ પોતે ત્યા હાજર છે” તેવી બાતમી આધારે એસ.ઓ.જી. શાખાની ટીમ તેમજ બી.ડી.ડી.એસ. ટીમ અને ક્યુ,આર.ટી. ટીમ સાથે રાખી દુકાને રેઇડ કરતા આરોપી સાદીકઅલી અફઝલઅલી ભોજાણી ઉ.વ. ૪૯ રહે. સોનગઢ, દેવજીપુરા, પીપળ ફળીયુ, તા.સોનગઢ જી.તાપીની દુકાનમા લાઇસન્સ વગર ગેર કાયદેસર રીતે રહેણાંક વિસ્તારમા સગ્રહ કરેલ સ્ફોટક ફટાકડા અલગ-અલગ કંપનીના જેની કુલ કિમંત રૂપિયા ૫૯,૨૩૫/-ના મુદામાલ સાથે પકડાઇ જતા તમામ મુદ્દામાલ તપાસ અર્થે સીઝ કરી તેના વિરૂધ્ધમાં સોનગઢ પોલીસ સ્ટેશનમા કાયદેસરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ આરોપી :-

સાદીકઅલી અફઝલઅલી ભોજાણી ઉ.વ. ૪૯ રહે. સોનગઢ, દેવજીપુરા, પીપળ ફળીયુ, તા.સોનગઢ જી.તાપી

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) ડી.આર. પ્રજાપતિ પો.સબ.ઇન્સ. એસ.ઓ.જી. શાખા તાપી

(૨) એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ એસ.ઓ.જી. શાખા તાપી

(૩) અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ એસ.ઓ.જી. શાખા તાપી

(૪) આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ એસ.ઓ.જી. શાખા તાપી

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *