તાપી કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ–૨૦૧૩ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

0
IMG-20251218-WA0002
Contact News Publisher

તમામ સરકારી કચેરીઓમાં આંતરિક ફરિયાદ સમિતિની ફરજિયાત રચનાનો અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ–૨૦૧૩”ના કાયદાકીય માર્ગદર્શન અંગે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સેમિનાર યોજાયો.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના એસ. પટેલે જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં આંતરિક ફરિયાદ સમિતિની અવશ્ય રચના કરવા તથા તેની સંપૂર્ણ માહિતી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં મોકલવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત ચીફ લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલરશ્રી નિલેશ જે. પટેલ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ–૨૦૧૩ અંતર્ગત આંતરિક સમિતિની રચના કેવી રીતે કરવી,સમિતિમાં કેટલા સભ્યો હોવા જોઈએ,ફરિયાદ કઈ રીતે લેવી,ફરિયાદ પ્રાપ્ત થયા બાદ શું કાયદેસર કાર્યવાહી કરવી તે અંગે વિસ્તૃત અને વ્યવહારુ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વધુમાં તેમણે આ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધણીની પ્રક્રિયા, કાયદાના ઉલ્લંઘન બદલ લાગુ પડતી શિક્ષાઓ અંગે માહિતી આપી તેમજ મહિલાઓને જાતીય સતામણી સામે જાગૃત અને સશક્ત બની આંતરિક સમિતિ અથવા પોલીસમાં ફરિયાદ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના ફિલ્ડ ઓફિસરશ્રી વિપુલ એ. મકવાણા દ્વારા જિલ્લા સ્તરે આવેલી તમામ સરકારી, ખાનગી તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં આંતરિક સમિતિની રચના અને તેની નિયમિત બેઠક યોજવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમણે દરેક કાર્યસ્થળે અધિનિયમની જોગવાઈઓ અને આંતરિક સમિતિની વિગતો દર્શાવતા માહિતી બોર્ડ જાહેર રીતે દેખાય તે રીતે લગાવવા પર ભાર મૂક્યો હતો.

આ તકે કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ સંબંધિત ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.જિલ્લાની વિવિધ સંકલન કચેરીઓની આંતરિક સમિતિના તમામ સભ્યોએ સેમિનારમાં હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *