વ્યારા તાલુકાના ઇન્દુ ગામમાં રૂ.૯૦ લાખના ખર્ચે ૨.૪૭ કિ.મી ના રસ્તાનું થશે નવીનીકરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ઇન્દુ ગામના ઇન્દુ સિંગી ફળીયા થી વ્યારા કલમકુઇ ને જોડતા રસ્તા માટે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખી પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, તાપીની પેટા વિભાગીય કચેરી વ્યારા દ્વારા રાજ્ય સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ મંજુર થયેલ રકમ રૂ. ૯૦.૦૦ લાખના ખર્ચે ૨.૪૭ કિ.મી રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. આ રસ્તાથી આશરે ૩૦૦૦ ની વસ્તીને વ્યારા તાલુકાના ગામોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તથા જિલ્લા/તાલુકા મથક સાથેના જોડાણથી લાભ મળશે તેમજ ગામના લોકોની સુવિધામાં વધારો થશે. આ રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ થતા ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે જેનાથી આર્થિક પ્રવૃતિઓમાં વધારો થશે. વિધાર્થીઓ અને દર્દીઓને શાળાઓ તથા હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. આ કામો દ્વારા નાગરિકોને સલામત, સરળ અને આરામદાયક અને પ્રાદેશિક કનેક્ટિવિટી સુવિધામાં વધારો થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
