આનંદદાયી માહોલમાં તળાદ વિભાગ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ફૂડ એન્ડ ફન ફેરનું આયોજન

0
IMG-20251213-WA0003
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત-ઓલપાડ રોડ સ્થિત તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં ધોરણ 1 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે શાળા પટાંગણમાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાકેશભાઈ મોદી, કેતનભાઇ પટેલ તથા પ્રિયકાંતભાઈ મોદીનાં હસ્તે ફનફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ફનફેરમાં વિદ્યાર્થીઓને રસ પડે, મજા પડે એવાં કોલમ્બસ, આગગાડી, જમ્પિંગ ઝુલા જેવાં અવનવા રાઈડસ પણ મૂકવામાં આવ્યા હતાં. જેમાં ખૂબ જ હોંશેહોંશે વિદ્યાર્થીઓએ, ખાસ કરીને નાના ભૂલકાઓએ આનંદ માણ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાનાં ઘરેથી બનાવી લાવેલ વિવિધ પ્રકારની વાનગીઓનો રસાસ્વાદ ધણી મોટી સંખ્યામાં પધારેલા વાલીજનો તથા શાળા પરિવારે માણ્યો હતો. કાર્યક્રમમાં સહર્ષ સહભાગી થયેલ વાલીજનોનો સમગ્ર શાળા પરિવાર તેમજ સ્થાનિક કેળવણી મંડળે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફગણ, સ્થાનિક કેળવણી મંડળનાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other