રમત અને ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

0
jayram gamit
Contact News Publisher

સોનગઢમાં ગ્રામીણ ઓલમ્પિક અને લાયબ્રેરીના ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨.- રમત અને ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત આજે તા. ૧૩ ડિસેમ્બરે બપોરે ૧૨.૦૦ કલાકે સોનગઢના જે.પી. ગ્રાઉન્ડ, શ્રાવણીયા ખાતે યુવા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગ્રામીણ ઓલમ્પિક ખેલ મહોત્સવ ૨૦૨૫ તથા લાયબ્રેરીના ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપશે. ગ્રામીણ ખેલપ્રતિભાને મંચ મળી રહે તથા યુવાનોમાં સ્પોર્ટ્સ સ્પિરિટ વધે તેવા શુભ આશય સાથે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યાર બાદ, રાજ્યમંત્રીશ્રી બપોરે ૨.૦૦ કલાકે રાજ્યના કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાનારી સમીક્ષા બેઠકમાં હાજરી આપશે, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ, કલ્યાણકારી યોજનાઓ તથા વિભાગીય કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરશે.

વધુમા મંત્રીશ્રી ગામીત, બપોરે ૨.૩૦ કલાકે હનુમંતિયા ચૌધરી ફળિયા, સોનગઢ ખાતે વાજપાઈ બેંકેબલ લોન યોજના અંતર્ગત નવા લઘુ ઉદ્યોગના ઉદ્ઘાટન અને હનુમંતિયા ઘમોડી રોડ પર બોક્સ કલ્વર્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *