ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ દ્વારા સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો 

0
IMG-20251211-WA0012
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચવાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવાં વિવિધ કૌશલ્યનાં વિકાસનાં ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એવાં શુભ હેતુસર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ દ્વારા સીઆરસી કક્ષાનાં કલા ઉત્સવનું આયોજન અત્રેની કરંજ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ પ્રેરિત ‘વિકસિત ગુજરાત @ 2047’ થીમ હેઠળ યોજાયેલ આ કલા ઉત્સવમાં શાળા કક્ષાએ વિજેતા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલે સ્પર્ધકોને આવકારી તેમની સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી હતી. સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે સ્પર્ધક બાળકોને નિયમોથી વાકેફ કર્યા હતાં.

નિર્ણાયકોનાં મૂલ્યાંકનનાં અંતે પરિણામો ઘોષિત કરવામાં આવ્યા હતાં જે આ મુજબ છે. ચિત્ર સ્પર્ધા: પ્રથમ – દિશા રાઠોડ (કરંજ પ્રાથમિક શાળા), બાળકવિ સ્પર્ધા: પ્રથમ – વિધિ મૈસુરીયા (કરંજ પ્રાથમિક શાળા), ગાયન સ્પર્ધા: પ્રથમ – બીજલ પટેલ (કરંજ પ્રાથમિક શાળા), વાદન સ્પર્ધા: પ્રથમ – ઝીલ ખલાસી (મોર પ્રાથમિક શાળા). આ તકે ઉપસ્થિત નિર્ણાયકો યશુમતિ પટેલ, પારૂલ પટેલ, મિનાક્ષી પટેલ, કલ્પેશ ભાલીયા, હિતેશ પટેલ તથા રવિન્દ્ર ચૌધરીનાં હસ્તે વિજેતા બાળકોને મોમેન્ટો તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. અંતમાં યજમાન શાળાનાં ઉપશિક્ષક નિલેશ પટેલે આભારવિધિ આટોપી હતી.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other