અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1નાં વિદ્યાર્થીઓએ જાહેર સંસ્થાઓની મુલાકાત લીધી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતનાં ભાવિ નાગરિકો એવાં વિદ્યાર્થીઓને જાહેર સંસ્થાઓની કામગીરી તથા તેનો પરિચય થાય તે હેતુસર જાહેર સંસ્થાઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેર પોલીસ સ્ટેશન, મ્યુનિસિપલ ડિસ્પેન્સરી, શ્રી જે.એન. પીટીટ લાઇબ્રેરી તથા જવાહરબાગની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓની કામગીરી તથા જાહેર સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. જવાહરબાગ ખાતે વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણે શાળાનાં શિક્ષિકા સેજુલબેન કાપડિયા તરફથી મળેલ તિથિ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *