તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભો મેળવવા ikhedut પોર્ટલ પર અરજી કરી શકશે

0
IMG-20251201-WA0006
Contact News Publisher

પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર અથવા ખાનગી ઈન્ટરનેટ સેન્ટર મારફત અરજી કરી શકશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧. તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ ikhedut portal (www.ikhedut.gujarat.gov.in) માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ વિવિધ ઘટકોમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તેવા બાગાયતદાર ખેડૂતો પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે

વિવિધ ઘટકોમાં (૧) રાજ્યમાં જુથ/ગ્રામ્ય કક્ષાએ ફળ-શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ યોજનામાં તા. ૨૬/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૬ સુધી (૨) મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઈપેંડ) યોજનામાં તા.૨૮/૧૧/૨૦૨૫ થી ૧૨/૧૨/૨૦૨૫ સુધી (૩) અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) યોજનામાં તા. ૧૭/૧૧/૨૦૨૫ થી ૦૬/૧૨/૨૦૨૫ સુધી (૪) કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અંગેની યોજનામાં તા.૦૧/૧૨/૨૦૨૫ થી ૧૦/૧૨/૨૦૨૫ સુધી અરજી કરી શકાશે.

આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, તાપી , બ્લોક ન:૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન- વ્યારા- તાપી નો સંપર્ક કરી શકશે.તથા ફોન ન.02626-221423 પર પણ માર્ગદર્શન મેળવી શકાશે.તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી, તાપી ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *