તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં દ્વિતીય ક્રમ મેળવતી સાયણ સુગર પ્રાથમિક શાળા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-2025 અટોદરા પ્રાથમિક શાળામાં યોજાયેલ હતું. જેમાં પ્રાથમિક શાળા, સાયણ સુગરની વિદ્યાર્થીની અંજની જગદીશભાઈ ભરવાડ અને ગોલ્ડી રાજુભાઈ મહતોએ શાળાનાં શિક્ષિકાબેન શ્રીમતી રજનીબેન એચ. પટેલ અને ટ્વિંકલબેન એ. ગાંધીનાં માર્ગદર્શન હેઠળ વોટર શોકિંગ રોડ નામની કૃતિ રજૂ કરી હતી. જેને તાલુકા કક્ષાએ બીજો ક્રમાંક મળતાં શાળામાં અને સાયણ સુગર વિસ્તારમાં આનંદની લહેર ફેલાઈ હતી. આ પ્રસંગે સાયણ સુગર ફેક્ટરીનાં ચેરમેન રાકેશભાઈ પટેલ, ગામનાં સરપંચ શ્રીમતી ભાવનાબેન પટેલ સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ તથા સીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઇ પટેલે શાળાને અભિનંદન પાઠવ્યા હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
