પતિનાં ત્રાસથી કંટાળીને મહિલાએ છેવટે અભયમની મદદ લીધી

0
181

181

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : એક મહિલાનો અભયમમાં કોલ આવેલ કે તેમના પતિ દ્વારા વધુ ત્રાસ હોય માટે મદદની જરૂર છે. કોલ આવતાની સાથે અભયમ ટીમનાં કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ વંદનાબેન ચૌધરી અને પાયલોટ અકરમભાઈ તે મહિલા પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ મહિલાની સમસ્યા જાણેલ જેમાં મહિલાએ અભયમ ટીમને જણાવ્યું કે તેઓ તેમના પતિનાં બીજી પત્ની છે તેમજ પહેલી પત્ની અને તેમના સંતાનો તેમજ તેમના સંતાનો બધાં એક જ સાથે એક જ ઘરમાં રહે છે મહિલાએ જણાવેલ કે તેમના પતિ કેટલાક સમયથી તેમના બાળકોની જવાબદારી કે તેમની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડતા નથી અને ઉપરથી હેરાનગતિ કરતાં હોય. માટે ટીમ દ્વારા મહિલાના પતિનું કુશળ કાઉન્સેલિંગ કરી નૈતિક ફરજ વિશે સમજાવેલ અને કાયદાનું ભાન કરાવેલ ત્યારે અભયમ ટીમનાં સમજાવટથી મહિલાનાં પતિએ જણાવેલ કે હવે તેઓ તેમની બીજી પત્ની ને સરખી રીતે સાચવશે અને તમામ પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડશે તેમજ બાળકોની પૂરતી જવાબદારી નિભાવશે તેમજ બન્ને પત્નીની એકસરખી જવાબદારી લેશે. આમ ટીમ દ્વારા કુશળ કાઉન્સેલિંગ કરી સમજાવી સુખદ સમાધાન કરવામાં આવેલ. આમ અંતે મહિલાને ટીમ અભયમની મદદથી સંતોષ થતાં ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *