ગભરાયેલી દીકરીએ માનસિક રીતે અસ્વસ્થ માતાનું કાઉન્સેલિંગ કરવા માટે બારડોલી 181 અભયમ ટીમની મદદ લીધી

181

181

Contact News Publisher

વૃધ્ધ મહીલા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરેથી અવાર-નવાર નીકળી જતા હતા.બારડોલી 181 અભયમ ટીમ દ્વારા ૬૦ વર્ષિય વૃધ્ધ મહીલા અને તેમની દીકરીને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) :  એક યુવતીએ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે હું બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહું છું. મારી માતાની ઉંમર આશરે ૬૦ વર્ષ હશે મારી માતા માનસિક રીતે અસ્વસ્થ છે અને ઘરેથી અવાર-નવાર એકલા જ બહાર નીકળી જાય છે તેથી મારી માતા નું કાઉન્સેલિંગ કરવા માટે 181 ની મદદ ની જરૂર છે.

જેના પગલે 181 ના કાઉન્સેલર પટેલ ખૂશ્બુબેન, હેડ કોન્સ્ટેબલ ચૌધરી ચંદ્રિકાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે વૃધ્ધ મહિલાની મદદ માટે પહોચ્યા. ત્યારબાદ 181 ટીમે વૃધ્ધ મહિલાની દીકરી સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે મારી માતા માનસિક રીતે અસ્વસ્થ છે અને હું મારી માતાનું એકલી જ ઘ્યાન રાખુ છુ. તેથી જયારે પણ મારી માતા ઘરે એકલા હોય ત્યારે ઘરેથી એકલા જ બહાર નીકળી જાય છે.એવું મારી માતા ઘણી વખત કર્યું છે પરંતુ જ્યારે પણ તેવો ઘરેથી જતાં રહે છે ત્યારે હું અમારા ઘર ની આજુબાજુ ના વિસ્તારમાં તેમની શોધખોળ કરું એટલે મારી માતા દર વખતે મળી જાય છે.અને હું તેમને સમજાવી ને ફરી ઘરે લઈ આવુ છું.મારી માતાની માનસિક બીમારીની સારવાર પણ ઘણાં વર્ષથી હોસ્પિટલમાં ચાલુ છે. આજ રોજ સવારે મારી માતા ઘરે થી એકલા બહાર નીકળી ગયા હતા અને તેઓ ઘરે આવવા માટે તૈયાર નો હતાં. દુકાનની બહાર જઈને નીચે સૂઈ ગયા હતા અને ઘરે આવવા માટે કહે તો ઝઘડો કરી રહ્યાં હતાં.વૃધ્ધ મહીલાની દીકરી પાસેથી પુરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલીંગ કરેલ.181 ની ટીમે વૃધ્ધ મહીલાનું કાળજી પૂર્વક ધ્યાન રાખવા માટે તેમની દીકરીને સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનું જણાવેલ.હવે પછી આમ વૃધ્ધ મહીલાને એકલા જવા ના દેવા જણાવેલ વૃધ્ધ મહીલા ને પણ પોતાનુ ધ્યાન રાખવા અને હવે પછી એકલા બહાર ન જવા જણાવેલ તેમજ સુરત ખાતે આવેલ અલગ અલગ સંસ્થાઓ વિશે માહિતી આપેલ. વૃધ્ધ મહિલાની દીકરીએ જણાવેલ કે તેવો હવે પછી વૃધ્ધ મહીલાનું વધુ સારી રીતે સંભાળ રાખશે. વૃધ્ધ મહીલા અને તેમની દીકરીને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા.વૃધ્ધ મહીલાની દીકરી પાસેથી ચોક્કસ માહીતી મેળવવા માટે આધાર પુરાવા લેવામાં આવેલ ત્યારબાદ વૃધ્ધ મહીલા નો કબજો તેમની દીકરીને સોંપેલ. વૃધ્ધ મહીલાની દીકરી દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી..

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *