કેવિકે વ્યારા ખાતે પી. એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર અને માન. પ્રધાન મંત્રીનો લાઈવ વેબકાસ્ટિંગ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR),નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેંન્દ્ર ખાતે ૧૯ નવેમ્બર, ૨૦૨૫ દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ પી. એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર અને માન. પ્રધાન મંત્રીનો લાઈવ વેબકાસ્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. સદર કાર્યક્રમમાં અધ્યક્ષ, કારોબારી સમિતિ, જિલ્લા પંચાયત તાપી, સભ્ય, પ્રદેશ કારોબારી સમિતિ, ગુજરાત, જિલ્લા ખેતી અધિકારી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી અને તાપી જિલ્લાના કુલ ૨૩૨ ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ડૉ. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે, ન. કૃ. યુ., વ્યારા (તાપી) દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકારી તાલીમ કાર્યક્રમનુ મહત્વ સમજવવામા આવ્યુ હતુ. શ્રી નિતીનભાઈ ગામીત, અધ્યક્ષ, કારોબારી સમિતિ, જિલ્લા પંચાયત તાપી દ્વારા ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે અવગત કરી વધુને વધુ ખેડૂતો કૃષિલક્ષી યોજનાઓનો લાભ મેળવતા થાય એ અંગે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા શિયાળુ પાકોની વૈજ્ઞાનિક ખેતી તથા પ્રાકૃતિક ખેતીમાં રોગજીવાત વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો.અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ વ્યવસ્થાપન અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુ. પ્રતિભા કોંકણી (ફાર્મ મેનેજર) દ્વારા ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ માન. પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે લાભાર્થી ખેડૂતોએ પી. એમ. કિસાન. સમ્માન નિધિ યોજનાના લાભો અંગે તેમના પ્રતિભાવો રજુ કર્યા હતા.

સમગ્ર તાલીમનું સફળ સંચાલન કેવીકેના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *