રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અન્વયે દાખલ થયેલ ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓને ૧૦૦ કલાકમાં ચેક કરવાની કામગીરી કરતી તાપી જીલ્લા પોલીસ

0
IMG-20251119-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુ.રા. ગાંધીનગર નાઓએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અન્વયે પકડાયેલ આરોપીઓને ચેક કરવાની સુચના આપવામાં આવેલ.

જે અનુસંધાને શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ સુરત, તથા શ્રી જે.એન. દેસાઈ, પોલીસ અધિક્ષકશ્રી તાપીએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ હેઠળના તાપી જીલ્લામાં દાખલ થયેલ (૧) હથિયાર ધારા (૨) એન.ડી.પી.એસ. એકટ (૩) એક્સપ્લોઝીવ એકટ (૪) બનાવટી ચલણી નોટના કેસો (૫) ટાડા, પોટા,મકોકા તેમજ UAPA જેવા કેસો (૬) પેટ્રોલીયમ ધારાના કેસોમાં છેલ્લા ૩૦ વર્ષમાં દાખલ થયેલ, ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓને, આવતા ૧૦૦ કલાકમાં ચેક કરવાની, કામગીરી કરવા સુચના આપેલ, જે અનુસંધાને અત્રેના તાપી જીલ્લામાં પકડાયેલ કુલ-૧૦૭ આરોપીઓ પૈકી તાપી જીલ્લા પોલીસે કુલ-૭૨ આરોપીઓને ચેક કરી ડોઝીયર્સ ભરવાની કામગીરી ચાલુ છે અને બાકી રહેલ આરોપીઓને ચેક કરવાની કામગીરી ચાલુ છે. આવી કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિ ના કરે અને તાપી જીલ્લામાં આવી પ્રવૃત્તિ ના થાય તે હેતુથી સઘન ચેકીંગની કાર્યવાહી ચાલુ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other