પીડિતાને સોશિયલ મીડિયામાં ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપી ત્રાસ આપનાર યુવકની શાન ઠેકાણે લાવતી ૧૮૧ અભયમ ટીમ ઉમરા – સુરત

181

181

Contact News Publisher

(કિરીટ રાણા દ્વારા, સુરત) : મળતી માહિતી મુજબ પીડીતા 12 સાયન્સમાં ભણે છે કાપોદ્રા વિસ્તારના રહેવાસી છે ઉંમર વર્ષ 17 તેઓ 19 વર્ષના યુવક સાથે instagram ના માધ્યમથી બે મહિનાથી સંપર્કમાં આવ્યા. પીડિતા એ જણાવેલ કે તેમના એક યુવક સાથે રિલેશનશિપ હતા જે હાલ નથી. તેમના સાથે વાતચીત કરવાની ના પાડતા તેઓના ફોટા તેમના મોબાઇલમાં છે તે તેમના પપ્પાને મોકલી દેશે તેમ ધમકી આપે તેમને બ્લેકમેલ કરે છે. 181 ની ટીમ સ્થળ પર પહોંચતા પીડિતા પાસે સમગ્ર સમસ્યા જાણતા તેમને જણાવેલ કે એક યુવક તેમને ફિઝિકલ રિલેશનશીપ રાખવા જણાવતા તેમણે તે વાતની ના પાડતા તેમને તેઓ બ્લેકમેલ કરે છે તેમના સાથે ફિઝિકલી નહીં રહે તો તેમના ફોટા વિડિયો તેમના પિતાને ઘરે સોશિયલ મીડિયામાં મોકલી વાયરલ કરી દેશે તેવી ધમકી આપતા જેથી યુવકને સમજાવી તેમની સાથે કોઈ રિલેશન રાખવી નથી તેમ જ તેમને બ્લેકમેલ ન કરે તે માટે 181 અભયમમાં કોલ કરેલ. અભયમ ટીમ દ્વારા સ્થળ પર જઈને જે યુવક દ્વારા બ્લેકમેલ કરવામાં આવતું તેમને ઝડપી પાડ્યા કાઉન્સેલિંગ કરી યુવકને શાંતિથી સમજાવ્યા કાયદાકીય માહિતી આપી તેમજ જણાવેલ કે તેમના મોબાઇલમાં કોઈના ફોટા વિડિયો રાખવા પણ એક ગુનો બને છે તેમ જણાવી તેમના મોબાઇલમાંથી ફોટો ડીલીટ કરાવ્યા તેમજ જણાવેલ કે તેઓ પોતાના પરિવારને સાચવે જેથી પીડિતાના પ્રેમમાં હતા તે યુવકે ફોટો ડિલીટ માર્યા તેમજ જણાવેલ કે આજ પછી પીડિતા ને ફોટાને લઇ કોઈ જાતની ધાક ધમકી નહીં આપે બ્લેકમેલ નહીં કરું તેમ જણાવેલ પોતાની ભૂલ સ્વીકારી પીડીતા પાસે માફી માંગી. પીડિતા પણ આગળ કાર્યવાહી કરવા ન માંગતા હોવાથી યુવક પાસે લખાણ લઈ બાંહેધરી આપી સમાધાન કરેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *