તાપી જિલ્લામાં “જનજાતિ ગૌરવ દિવસ”ની ગૌરવભેર ઉજવણી: વ્યારા ખાતે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;?runfunc: 0; algolist: 0;?multi-frame: 1;?brp_mask:0;?brp_del_th:0.0000,0.0000;?brp_del_sen:0.0000,0.0000;?motionR: 0;?delta:null;?module: photo;hw-remosaic: false;touch: (0.47793666, 0.5752857);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 164.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 40;
“આદિવાસી સંસ્કૃતિ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે”: મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર
**
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫મી નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર તાપી જિલ્લામાં “જનજાતિ ગૌરવ દિવસ”ની હર્ષોલ્લાસ અને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. આદિવાસી સમુદાયના સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ જન નાયક બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમની સમૃદ્ધ સંસ્કૃતિને બિરદાવવા માટે વ્યારા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો, બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ, તેમજ લાભાર્થીઓને મહેમાનોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.
૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારનો મુખ્ય કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણપથ વિદ્યાલયના મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, “ભગવાન બિરસા મુંડાએ જળ, જંગલ અને જમીન માટે જે લડત ચલાવી તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આદિવાસી સમુદાયનો ઇતિહાસ બલિદાન અને સ્વાભિમાનનો રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી ગૌરવને પુનઃસ્થાપિત કરવા અને આ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.” તેમણે સરકારની વિવિધ આદિજાતિ કલ્યાણ યોજનાઓની પણ માહિતી આપી હતી.
વ્યારા ખાતે આયોજિત કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં જનજાતિ સમુદાયની વિશિષ્ટ પ્રતિભાઓ તેમજ કલા માં પોતાનું પ્રદાન કરવાં બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું. વ્યારા તેમજ સોનગઢ ખાતે ડેડીયાપાડામાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, કલેક્ટર ડો.વિપિન ગર્ગે, આસી.કલેક્ટર ડો. રિતિકા આઈમા, નગરપાલિકા પ્રમુખ રિતેશ ઉપાધ્યાય, નિવાસિ અધિક કલેક્ટર આર.આર. બોરડ, પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા. આગંતુક મહેમાનોએ જિલ્લાવાસીઓને અને લાભાર્થીઓને જનજાતિ ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
