ડોલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

0
IMG-20251111-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૦/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ એલ.સી.બી. તાપી, એલ.સી.બી.,/પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવનસનને મળેલ સંયુકત બાતમી આધારે નવસારી જીલ્લાના ટાઉન વિસ્તાર ખાતેથી ડોલવણ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- જાવિદ હુશેન અબ્દુલ રહેમાન શેખ ઉ.વ.૩૪ રહે.વાપી ભડકમોરા મોટી સુલપડ રૂમ નં.૪૦૪ દક્ષાબેનની ચાલી તા.વાપી જી.વલસાડ હાલ રહે.રૂમ નં.૩૩ સુભાષભાઇની ચાલ, બાપાસીતારામ સલવાવ તા.વાપી જી.વલસાડને પકડી પાડી તા.૧૦/૧૧/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.હે.કો. હરપાલસીંહ અભેસિંહ, અ.પો.કો. રોનકભાઇ સ્ટીવનસન, અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other