ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વંદે માતરમ નિર્માણનાં ૧૫૦ વર્ષની હોંશભેર ઉજવણી કરવામાં આવી

0
Screenshot_20251109_140423_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ભારતનાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’નાં નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ તા. ૭ નવેમ્બરનાં રોજ રાષ્ટ્રવ્યાપી સાર્ધ શતાબ્દીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉલ્લાસભેર રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું.

વર્ષ ૧૮૭૫માં દેશની સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમે દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિનાં ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતાં. તા.૭ નવેમ્બર ૨૦૨૫નાં રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાનાં ગૌરવવંતી ક્ષણની ઉજવણી નિમિત્તે તાલુકાની કીમ, સાયણ સુગર, વિહારા, મંદરોઇ, કરંજ સહિતની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થનાસભા દરમિયાન તેનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો ઉપરાંત વાલીજનો જોડાયા હતાં. આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં યોજાયેલ આ ગૌરવવંતા કાર્યક્રમને તાલુકાની પ્રાથમિક શાળાઓમાં

હોંશભેર ઉજવવામાં આવ્યો હતો. આ તકે શિક્ષકોએ બાળકો સમક્ષ વંદે માતરમની ગાથા વર્ણવીને તેમનાં માનસમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જગાવી હતી. આ સાથે શાળાઓમાં સ્વદેશી અપનાવવાનાં શપથ પણ લેવામાં આવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *