પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી હેરાન કરતા પીડીતાએ અભયમની મદદ સમજાવવા માટે લીધી

0
Womans help line abhayam by govt.

181 helpline

Contact News Publisher

(કિરીટ રાણા દ્વારા, સુરત) : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના એક ગામમાંથી પીડીતાએ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી હેરાન કરે છે. મારપીટ કરે છે. મદદની જરૂર છે. આથી અભયમ ટીમ તાત્કાલિક સ્થળે પીડિતા બેનની મદદે પહોંચી તેમની સમસ્યા જાણતા તેમણે જણાવેલ કે તેમના લગ્નના સાત વર્ષ થયા છે. એક દીકરી છે. અને બીજું બાળક દોઢ માસનુ છે. પતિ છૂટક મજૂરી કામ કરે છે. પીડિતા બેન ઘરકામ કરે છે. પીડિતા બેનના પતિને અન્ય મહિલા સાથે સંબંધ છે. જેથી પીડિતા બેનના પતિ મોડી રાત્રે ઘરે આવતા. તેમજ અમુક દિવસે ઘરે પણ આવતા ન હતા. અને મોબાઈલ પર વાતચીત કરે છે. અને પીડિતા બહેન એક દિવસ તેમના પતિના ફોનમાં અન્ય મહિલા સાથેની વાતચીતના ફોટો અને મેસેજ જોઈ લેતા પતિના આ અન્ય મહિલા સાથેના સંબંધની તેમને જાણ થયેલ. જેથી પિડિત બહેને તેમનાં પતિને સમજાવતા પિડીત બહેનને તેમનો પતિ અપશબ્દો બોલી ગાળાગાળી કરી ઘરમાંથી નીકળી જવાનું કહે છે.અને તેમનો સામાન બહાર ફેંકી દેતા હોય છે. અને ઘરમાં જરૂરિયાતોની વસ્તુઓ લાવી આપતા ન હતા. આથી કંટાળીને પીડિતા બેને તેમના પતિને સમજાવવા માટે અભયમ ટીમની મદદ માગી હતી.

આથી, અભયમ ટીમે ઘટના સ્થળે પીડિતાબેનના પતિનું કાઉન્સિલગ કરી પીડિતાબેનના પતિને અન્ય મહિલા સાથેના સંબંધો છોડી દેવા સમજાવેલ, તેમજ પત્ની પર હાથ ન ઉપાડવા સમજાવેલ, તેમજ સમય પર ઘરે આવી જવા માટે સમજાવેલ. અભયમ ટીમના સમજાવવાથી પીડિતાબેનના પતિને તેની ભૂલ સમજાતાં તેણે પીડિતાબેન પાસે માફી માંગેલ અને ખાત્રી આપેલ કે તેઓ હવે પછી અન્ય મહિલા સાથે સંબંધ રાખશે નહીં. તેમજ પત્ની પર હાથ પણ ઉપાડશે નહીં. સમયસર ઘરે આવી જશે. પત્ની અને તેમના બાળકો સાથે સારી રીતે રહેશે અને ઘરમાં જરૂરિયાતોની વસ્તુઓ લાવી આપશે ત્યારબાદ, અભયમ ટીમે કાનૂની માહિતી આપી સલાહ, સૂચન અને માર્ગદર્શન પૂરું પાડેલ. પીડિતાબેનના પતિ સમજી જતા હવે પછી ફરી આવી ભૂલ ન થાય તેની ખાતરી આપતા પીડિતાબેને અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *