ભરૂચની એસએમઆઇટી એન્જિનિયરિંગ કોલેજનાં વિદ્યાર્થીની જીટીયુ ખો-ખો ટીમમાં પસંદગી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ખો-ખોની રમત માટે ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટનું આયોજન ડાલીયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, કનેર, આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની એસવી‌એમઆઈટી કોલેજનાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પ્રશાંત કુશવાહાની પસંદગી જીટીયુ યુનિવર્સિટીની ખો-ખો ટીમમાં થયેલ છે. એસવીએમઆઇટી કોલેજનું ગૌરવ વધારવા બદલ આ વિદ્યાર્થીને અને કોલેજનાં સ્પોર્ટ્સ ઇનચાર્જ સમીર પટેલને કોલેજનાં ડાયરેક્ટર જીવરાજ પટેલ તથા પ્રિન્સિપાલ ડો. દિપક દેવરેએ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ:વિજય પટેલ

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *