ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે આરતી શણગાર સ્પર્ધા યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આયોજીત મેગા નવરાત્રિ મહોત્સવમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનાં સક્રિય યોગદાન થકી ખેલૈયાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આરતી થાળી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસ્ટ્રીક્ટ ચેરમેન જયશ્રી અમીપરા, પી.ડી.સી. મીનાબેન પંજવાણી, પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, સેક્રેટરી મોના શાહ, સહિત ક્લબનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. સ્પર્ધાનાં અંતે ત્રણ વિજેતાઓને ઇનામ જાહેર કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
