તાપીના ઝાંખરી ખાતે કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

0
IMG-20251002-WA0010
Contact News Publisher

દશેરા અને ગાંધી જયંતિના શુભ દિને ખેડૂતોને ૨૪ કલાક વીજળી મળે તેવા શુભ આશયથી ૧૧ કરોડના ખર્ચે સબસ્ટેશન શરૂ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા. ૦૧ ઓક્ટોબર.  ગુજરાત ઊર્જા ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વ્યારા તાલુકાના ઝાંખરી ગામે આજરોજ ૬૬ કેવી સબસ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ સબસ્ટેશનના નિર્માણથી સ્થાનિક વિસ્તારમાં વીજ પુરવઠો વધુ સુદ્રઢ બનશે અને વીજ ક્ષેત્રે વિકાસને વેગ મળશે.

ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કનુભાઇ દેસાઇના વરદ્દ હસ્તે આ સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે ૬૬ કેવી (KV) સબસ્ટેશન સ્થાપિત થતા વીજ પુરવઠાની ગુણવતામાં સુધારો થશે જેનાથી ઉદ્યોગો, વ્યાપાર અને રહેવાસીઓને વિકાસના નવા આયોમો મળશે. ખૂબ રેકોર્ડ સમયમાં આ સબ સ્ટેશન કાર્યરત કરવા માટે તેમણે જેટકો ના અધિકારીઓ અને ટેક્નિકલ કર્મચારીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સોલર ઉર્જા, પવન ઉર્જા, વિધુત ઉર્જામાં ગુજરાત અગ્રેસર છે તેની સાથે ખેડૂતોને વીજળી પૂરી પાડવામાં પણ ગુજરાત આગળ છે. મંત્રીશ્રીએ યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૪ કલાક વીજળી આપવાનો નિર્ધાર કરેલો અને તે પછી આપણા ગુજરાતે વિકાસના દરેક ક્ષેત્રે હરણફાળ ભરી છે. આપણા હાલના મુખ્યંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરંપરા ચાલુ રાખીને વિકાસનો વ્યાપ વધાર્યો છે.

૧૧ કરોડના ખર્ચે બનેલા આ સબસ્ટેશનથી નજીકના વિસ્તારોમાં વીજળીના વોલ્ટેજમાં સ્થિરતા વધશે અને અવિરત વીજ પુરવઠો મળશે. આનાથી ઉપકરણોને થતા નુકસાન અટકે છે અને વીજળીની ગુણવત્તા સુધરે છે. આ વિસ્તારના ૬ ગામોને ૮ કિમીના વિસ્તારમાં આ સબસ્ટેશનનો લાભ મળશે. આ સબસ્ટેશનની વિશેષતા એ છે કે સરકારશ્રી દ્વારા મૂડી રોકાણના વળતરને ઘણે લીધા વિના ફક્ત આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોના લાભાર્થે આ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, જેટકોના મે.ડિરેક્ટર ઉપેન્દ્ર પાંડે, ભરૂચ ઝોનલ એડી. ચીફ પી.ડી નાયક, નવસારી સર્કલ ના સુપ્રી. એન્જિનિયર પી.એન પટેલ, ડી.જી.વી.સી.એલ ના એક્ઝ. એન્જિનિયર બી.પી ગોહિલ, સૂરજ વસાવા, અન્ય અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ખેડૂત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *