મકાઈના ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી કૃષિ પરિસંવાદ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

0
મકાઈના ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી કૃષિ પરિસંવાદ અને તાલીમ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. આજે સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જે.કે. પેપર્સના ઉપક્રમે સોનગઢ તાલુકાના ખેડૂતો માટે મકાઈના ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી કૃષિ પરિસંવાદ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. સ્મિત લેન્ડે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને શ્રી મધુકરજી વર્મા હેડ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા આધુનિક ખેતી પદ્ધતિઓ, મકાઈ ઉત્પાદન વધારવાના ઉપાયો તેમજ ડૉ. સ્મિત લેન્ડે વડા કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા મત્સ્યપાલન ક્ષેત્રે ઉપલબ્ધ તકો અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના માર્ગો અંગે માર્ગદર્શન આપ્યું.

કાર્યક્રમમાં આશરે 40 જેટલા ખેડૂતો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ખેડૂતોને મકાઈના બિયારણનું વિતરણ પણ કરવામાં આવ્યું.

ખેડૂતોની આવકમાં વધારો થાય અને તેઓ આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી વધુ સમૃદ્ધ બને તેવા પ્રયાસો માટે આયોજકોને અભિનંદન તથા તમામ ખેડૂત ભાઈઓને શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *