કતલ કરવાના ઇરાદે ગૌવંશની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપીની ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૪. કુકરમુંડા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ કતલખાને ગૌવંશને કતલ કરવા માટે ગેરકાયદેસર રીતે ગૌવંશની હેરફેર અને એમ.વી. એકટના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી શાહરૂખ ઉર્ફે બોબડો રહે.અક્કલકુવા (મહારાષ્ટ્ર) જેના પુરાનામ ઠામની ખબર નથી. જે આરોપીને નંદુરબાર જીલ્લાના શાહદા પોલીસ સ્ટેશનમા મહારાષ્ટ્ર પશુ ધાતકીધારા હેઠળ ગુનામાં ધરપક્ડ કરવામાં આવેલ છે જે માહિતી મળતા આરોપીનો કબ્જો મેળવવા માટે મે,જ્યુડી,મેજી.ફ.ક સાહેબ શ્રી નિઝર પાસેથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીનો કબ્જો શાહદા જ્યુડી, મેજી.ફ.ક કોર્ટ માથી મેળવી મજકુર આરોપીને તાપીના કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી તા-૨૨/૦૬/૨૦૨૬ ના રોજ ગુનાના કામે અટક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ આરોપી શાહરૂખ ઉર્ફે બોબડો યાકુબ કુરેશી રહે. અક્કલકુવા, મકરાણી ફળીયુ તા.અકકલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) એ આ ગુનામાં કોઇ પણ રાજ્યમાં પશુઓની હેરાફેરી નિકાસ/ મોકલવા પર પ્રતિબંધ હોવા છતાં ટેમ્પામાં પશુઓને ખાવા માટે કોઇ ઘાસચારો કે, પાણીની વ્યવસ્થા નહી રાખી તેમજ તેઓને ઉભા રહેવા માટે તળિયે માટી પણ નહી રાખી. તથા પશુઓના પ્રાથમીક ઉપચાર માટે કોઇ મેડીકલ સાધનોની વ્યવસ્થા નહી રાખી અતિક્રુરતા પુર્વક ખીચોખીચ ભરી ગાયો નંગ-૦૭ ઉ.વ.આશરે ૦૪ ના ગૌવંશ પશુઓને અતિકૃરતા પૂર્વક ટૂંકી દોરીઓ વડે પગે તેમજ શરીરે બાંધી ભરી લાવી કતલખાને લઈ જવાના ઈરાદે આંતર રાજ્યમાં હેરાફેરી કરી, કુલ ગાય નંગ-૦૭ ની કિ.રૂ.૭૦,૦૦૦/-ને વાહન નંબર-MH-19-CX-0061 માં ભરી આપવાનો ગુનો આચરેલ છે.
આ આરોપી વિરૂધ્ધમાં નાશિક ગ્રામીણ જીલ્લાના માલેગાંવ તાલુકાના આઝાદ નગર પોલીસ સ્ટેશનમા મહારાષ્ટ્ર પશુ પ્રતિબંધ અધિ.૧૯૬૦ની કલમ મહારાષ્ટ્ર પશુ અધિ.૫,૫(બી), ૯(અ),૧૧,૧૮૪ મુજબનો ગુનો રજીસ્ટ્રર થયેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) રહીમુદ્દિન સરકુદ્દિન શેખ રહે.બજેરોડ મારૂતી મંદિર પાસે ધુલીયા તા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર)
(૨) શાહરૂખ ઉર્ફે બોબડો યાકુબ કુરેશી રહેવાસી – અક્કલકુવા, મકરાણી ફળીયુ તા. અકકલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
વોટેન્ડ આરોપીઓ :
(૧) મોસીન કુરેશી રહે.સો ફુટ રોડ ધુલીયા જેના પુરાનામ ઠામની ખબર નથી
(૨) નદીમ કુરેશી રહે.સો ફુટ રોડ ધુલીયા જેના પુરાનામ ઠામની ખબર નથી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
(૧) શ્રી આઈ.ડી. દેસાઈ, પોલીસ ઇન્સ્પેકટર, (૨) એ.એસ.આઇ. વિજયભાઇ કરશનભાઇ, (૩) અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ, (૪) આ.પો.કો. કમલેશભાઈ કિશનભાઈ, (૫) આ.પો.કો. પ્રશાંતકુમાર કિશોરભાઈ, (૭) આ.પો.કો. નિલેશભાઇ રમાકાંતભાઇ, (૭) આ.પો.કો. ભરતજી ગજુજી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
