વ્યારાના જેસીંગપુર ખાતે શુભમ નેત્રસેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર શિબિર યોજાઇ.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શુભમ નેત્રસેવા ટ્રસ્ટ, સીતાપુર દ્વારા વ્યારાના જેસીંગપુરની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તા.28 સપ્ટેમ્બર 2025ના રોજ નેત્ર શિબિર યોજાઇ. આ નેત્ર શિબિર દુર્ગાબા પરિવાર-ઉમરા, સ્વ. તથા એલાયન્સ ક્લબ ઓફ સેવન સ્ટાર, સુરતના આર્થિક સહયોગથી યોજવામાં આવી હતી. આ શિબિરનું ઉદઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર એલાય નટેશ જી.પારેખ, એલાય પ્રમુખ અનિલભાઈ સોરઠિયા, એલાય યોગેશભાઈ શાહ, એલાય જ્યોતિબેન શાહ, પ્રોજેક્ટ ચેરમેન જયંતીભાઈ પ્રજાપતિ, એલાય મયુરભાઈ તલાટી અને એલાયન્સ ક્લબ ઓફ સેવન સ્ટારના સભ્યશ્રીઓ, સરપંચશ્રી ધવલભાઈ ચૌધરી, શાળાના આચાર્ય મહેશભાઇ ગામીત તથા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઅક્ષાણીકુમાર ચરીવાલા, ડો.શ્રુતિબેન પટેલ, કર્મચારી કૃણાલભાઈના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં કુલ 149 જેટલા દર્દીઓની તપાસ થઈ હતી. જેમાં 39 મોતીયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ 100 જેટલા ચશ્મા અને 9 દર્દીઓને 9 નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
