વ્યારા ખાતે આઉટસોર્સ કર્મચારીઓ માટે ઇપીએફઓ કપાત તથા તેની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવા એક દિવસીય તાલીમ વર્ગ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૩. તાપી જિલ્લા સેવા સદનના ઓડીટોરીયમ હોલ,વ્યારા ખાતે આજ રોજ આઉટસોર્સ કર્મચારીઓ માટે ઇપીએફઓ કપાત (EPFO) તથા તેની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવા એક દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે રોજગાર ઓફિસ, સુરતના રીજનલ પ્રોવિડન્ટ કમિશનરશ્રી સંજયસિંઘ ગુર્જર ઉપસ્થિત રહી આઉટસોર્સ કર્મચારીઓને ઇપીએફઓ કપાત તથા તેની યોજનાઓ વિષયક માહિતી આપી હતી.

રીજનલ પ્રોવિડન્ટ કમિશનર સંજયસિંઘ ગુર્જરે કર્મચારીઓને ઇપીએફઓ કપાત ની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન, માહિતીસભર પ્રેઝન્ટેશન તથા વિડિયો દ્વારા સમજાણ પૂરી પાડી હતી. સાથે જ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી.તાલીમ બાદ કર્મચારીઓએ મુંજવાતા સવાલો પૂછી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર આર. આર. બોરડ, સહિત અન્ય અધિકારીઓ તથા તાપી જિલ્લાના વિવિધ કચેરીઓ તેમજ તાબા કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *