સોનગઢ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશ ડામર પેચ અને જંગલ કટિંગની કામગીરી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત તાપીની બાંધકામ શાખા દ્વારા ભારે વરસાદને કારણે નુકસાન પામેલ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર  તાપી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર પેચ, ઝાડી-ઝાંખરા કટિંગની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોને રસ્તા પર અવરજવરમાં થતી મુશ્કેલીઓ દૂર થઈ હતી. ચોમાસાના વરસાદે વિરામ લીધા બાદ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા યુદ્ધના ધોરણે પૂર્વ આયોજન કરી ડામર પેચથી રસ્તાઓના મરામતની કામગીરી શરૂ કરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા બાંયો ચડાવી છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના  ગામડાઓ હનુમંતિયા, ધમોડી, ખરશી, ગોપાલપુરા, સાદડવેલ, વડપાડા પ્ર. ઉમરદા, આમલગુંડી, ગાળકુવા, ચોરવાડ, ચાકળીયા, કિકાકુઇ, નિશાણા, ઉખલદા, હિંદલા, મસાનપાડા બેડકુવા, ઘાસીયામેઢા  જેવા અનેક ગામોમાં ચોમાસાના વરસાદ બાદ થયેલ રસ્તાના નુકશાનનું પેચવર્ક અને ઝાડી ઝાંખરા કટિંગ કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામા આવ્યું છે. ગ્રામીણ વિસ્તારો હોય કે શહેરી માર્ગો હોય, ભારે વરસાદ બાદ રસ્તાઓના ધોવાણથી કે ક્ષતિ થવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે તૂટેલા રસ્તાઓનુ સમારકામ કરવામા આવી રહ્યુ છે. વરસાદથી અસરગ્રસ્ત થયેલ રસ્તાઓની મરામત કામગીરી માટે બાંધકામ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કાર્યરત થયું છે. ત્યારે વરસાદે વિરામ લેતાં બિસ્માર રસ્તાઓ ઉપર તંત્ર દ્વારા પેચવર્ક શરૂ કરી રસ્તા સરખા કરાઈ રહ્યા છે. તો બીજી બાજુ વરસાદના કારણે રોડ ઉપર ધોવાણ થઈ પડેલા ખાડાઓ પણ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે થોડા સમય પૂર્વે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હોય તેવા રસ્તાઓની તાપી જિલ્લામાં છેલ્લા થોડાં દિવસોથી મરામતની કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલ ઠેર ઠેર ડામર પેચવર્ક અને ઝાડી ઝાંખરા કટિંગ સહિતની કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લા માર્ગ અને મકાન દ્વારા રસ્તા પર ડામર પેચવર્ક તથા ઝાડી- ઝાંખરા કટિંગ કરીને વાહનચાલકો માટે રસ્તાઓ પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *