માનવ કલ્યાણ યોજના હેઠળ ડાંગ જિલ્લાના કુલ ૧૯૧ લાભાર્થીઓને ઓનલાઇન પોર્ટલ થી પસંદગી કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કુટીર ઉદ્યોગ કચેરી અંતર્ગત માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ ના ઓનલાઇન અરજી ડ્રૉ માટેની બેઠક યોજાઇ હતી.
જેમાં ડાંગ જિલ્લાના કુલ ૧૯૧ લાભાર્થીઓને ઓનલાઇન પોર્ટલ થી પસંદગી કરવામાં આવી હતી. માનવ કલ્યાણ યોજના હેઠળ કુલ ૧૦ ટ્રેડનો સમાવેશ થાય છે. જેમાં વાહન સર્વિસ રીપેરીંગ, પંચર કીટ, પ્લંબર, ઇલેક્ટ્રીક અપલાયન્સીંસ રીપેરીંગ, સેન્ટિંગકામ, દૂઘ દહી વેચનાર, પાપડ બનાવટ, અથાણાં બનાવટ, ભરત કામ અને બ્યુટીપાર્લરની ટુલકીટ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સરકારશ્રી દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો/સાધનો આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજના હેઠળ ગરીબી રેખાની નીચે જીવતા વ્યક્તિઓ/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની આ યોજના છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
