તાપી જિલ્લા આદિજાતિ છાત્રાલય વર્ગ – ૪ ના તમામ આદિજાતિના ૨૫૦ કર્મચારીના છેલ્લા ચાર મહિના પગારથી વંચિત

Contact News Publisher

(પ્રતિનિધિ ) : તાપી જિલ્લા આદિજાતિ છાત્રાલય વર્ગ – ૪ કર્મચારી મંડળ દ્વારા મદદનીશ કમિશનર આદિજાતી તાપીને રજૂઆત કરી જણાવ્યું છે કે, તાપી જિલ્લા આદિજાતિ છાત્રાલય વર્ગ – ૪ના તમામ આદિજાતિના ૨૫૦ કર્મચારીના છેલ્લા ચાર મહિના પગારથી વંચિત છે.

તાપી જિલ્લાના આદિજાતિ ગ્રાન્ટ ઇન એઇડ મંડળ સંચાલિત વર્ગ ૪ ના તમામ આદિજાતિ કર્મચારીઓ ગૃહમાતા/ગૃહપતિ, રસોઇયા અને ચોકિદારના મે માસથી ઓગસ્ટ મહિના સુધીના પગારો સમયસર ચુકવવામા આવ્યા નથી. જિલ્લાના છાત્રાલયના વર્ગ–૪ ના કર્મચારીઓને નવા મંજુર થયેલા પગારનો લાભ પણ આપવામા આવ્યો નથી. હાઇકોર્ટ દ્રારા તમામ ને નવા પગારનો લાભ મળે તેવા ચુકાદા હોવા છતા સરકારશ્રીના આદિજાતિ વિભાગ દ્વારા વર્ગ – ૪ ના કર્મચારીઓને રાજ્યમા અમુક જિલ્લમા એરીયસ પણ આપી નવો પગાર ચુકવવામા આવ્યો છે. તાપી જિલ્લામા ૨૫% કર્મચારીઓને લાભ આપ્યો, બાકીના ૭૫% વર્ગ – ૪ ના કર્મચારીઓને આજદિન સુધી નવો પગાર પણ આપવામા આવ્યો નથી અને છેલ્લા ચાર મહિનાનો પગાર પણ સમયસર ચુકવવામા આવતો નથી. ૨૪ કલાકની ફરજ નિયમ મુજબ બજાવતા હોવા છતા વાર-તહેવારોમા પણ પગાર સમયસર ના મળે તો જીવન નિર્વાહમા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પત્ર દ્રારા વિનંતી કરાઈ છે કે, સમયસર પગાર મળે તેવા પ્રયત્નો હાથ ધરવામા આવે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *