આહવા ખાતે શ્રમ કામદાર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત પરંપરાગત પધ્ધતિનો વપરાશ કરી અંદાજીત રૂ.૧૨ લાખના ખર્ચે (આંગણવાડી કેન્દ્ર: શ્રમ કામદાર) ‘’નંદઘર‘’ નું લોકાપર્ણ શ્રીમતી ભાનુબેન બાબરીયા મંત્રી, સામાજીક ન્યાય અને અઘિકારીકતા, મહિલા અને બાળ કલ્યાણ ગુજરાત રાજયના વરદ હસ્તે તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું.

જેમા આજરોજ આહવા ખાતે આદિમ જુથ (PVTG) વર્ષ-૨૦૨૪-૨૫ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા ઘટકની શ્રમકામદાર આંગણવાડી કેન્દ્રનું સ્થાનીક કક્ષાએથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના અઘ્યક્ષા શ્રીમતી સારુબેન.એમ.વળવી , આહવા તાલુકા પંચાયત પ્રમખ શ્રી સુરેશભાઇ ચૌધરી, સહિત પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ, ડાંગ-આહવાના ઇ.ચાર્જ સી.ડી.પી.ઓ શ્રીમતી મંજુલાબેન પટેલ સહિતના અધિકારી કર્મચારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *