કે.વી.કે., વધઈ દ્વારા RAWE પ્રોગ્રામ અંતર્ગત Exposure Visit ગોઠવાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : વધઈ ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટેની તાલીમોની સાથે સાથે RAWE (Rural Agricultural Work Experience) કાર્યક્રમ અંતર્ગત કે.વી.કે. ખાતે આવતા વિદ્યાર્થીઓને પણ બહોળી માહિતી પૂરું પાડતું હોય છે. વિધાર્થીઓને ખેડૂતોને ખેતીમાં આવતા પ્રશ્નોનું ખરેખર જાણકારી (Exposure) મળે તે માટે ડાંગ જિલ્લાના વિવિધ ખેડૂતોના ખેતર તથા યુનિટ પર તા. ૨૮/૦૮/૨૦૨૫ થી ૦૩/૦૯/૨૦૨૫ દરમિયાન “Exposure Visit” ગોઠવવામાં આવી હતી. આ “Exposure Visit” દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા ૭૮ જેટલા વિદ્યાર્થીઓને ગુંદીયા ગામે મરઘા ઉછેર કેન્દ્ર (Poultry Farm), બરમ્યાવડ ગામે નર્સરી યુનિટ તથા ભાપખલ ગામે પ્રાકૃતિક ખેતીનું જંગલ મોડેલ, અંબિકા હળદર ફાર્મની મુલાકાત લેવડાવવામાં આવી હતી, તથા ખેતી સંબંધી નવા વ્યવસાય અંગેની તકો વિશે બહોળી માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ આ “Exposure Visit” માં ઉંડો રસ દાખવીને રસપૂર્વક બધા જ યુનિટની સઘળી માહિતી મેળવી હતી તથા ખેતી સંબંધિત વ્યવસાયમાં પોતાનો મૂલ્યવાન ફાળો આપવાનો સંકલ્પ કર્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *