સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અંજની ભરવાડ તાલુકા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાજેતરમાં ઓલપાડ તાલુકાનાં નરથાણ સ્થિત મિલેનિયમ સ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કલા મહાકુંભ 2025-26 માં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાની ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંજની ભરવાડે વકતૃત્વ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ 6 થી 14 વર્ષ વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે આગામી જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં તેણી ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

આ પ્રતિભાવંત દીકરીની સિદ્ધિથી સમગ્ર સાયણ સુગર વિસ્તારમાં આનંદની લહેર ફેલાઈ છે. તેણીને શાળાનાં આચાર્ય જગદીશચંદ્ર પ્રજાપતિ, શાળા સ્ટાફગણ, એસએમસી સભ્યો, ગ્રામજનો, સાયણ સુગર ફેક્ટરીનાં ચેરમેન રાકેશભાઈ પટેલ, સાયણ ગામનાં સરપંચ ભાવનાબેન પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ સહિત સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *