7 વર્ષના બાળકે માતા સાથે થતી હિંસાથી બચાવવા માંગી 181 મહિલા હેલ્પલાઇનની મદદ

Contact News Publisher

તાપી 181 ટીમને 7 વર્ષના બાળકે માત્ર ગાર્ડન પાછળ ઘર છે એટલું જણાવેલ અને ટીમે ઘર શોધી મહિલાનો બચાવ કર્યો.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર નાના બાળક દ્વારા વારંવાર કોલ કરી તેમની માતાને પિતા મારે છે મદદ કરો ગાર્ડન પાછળ મારૂ ઘર છે જલ્દી આવો એમ જણાવતા 181 અભયમ તાપી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમનું ઘર શોધ્યું. ઘર શોધી પીડિતાને મળી હકીકત જાણી તો તેમણે જણાવેલ કે તેઓ UP ના રહેવાસી છે. છેલ્લા 4 વર્ષ થી સોનગઢમાં રહે છે, પતિ કડિયાકામ કરવા જાય છે અને પીડિતા સાડીમાં સ્ટોન લગાવે છે. તેઓ ખુલ્લી જગ્યામાં ઝુંપડા બનાવીને રહે છે, પતિ કેફી દ્રવ્યોનું સેવન કરી વારંવાર મારઝૂડ કરે છે. હાલ એક માસ પહેલા પોતાના વતન ગયા હતા ત્યાં પતિ એ શક વહેમ કરી ઝગડો કર્યો તેમના દિયર સાથે સંબંધો હોવાનો આક્ષેપ લગાવી ઝગડો કર્યો. જેથી પીડિતા પોતાના બાળકો લઈને પરત એકલા સોનાગઢ આવી ગયા. એકલા હોવાથી ત્રણ દિવસ પાડોશીના ઘરે રહ્યા, પડોશીએ તેમની સાથે જબરદસ્તી કરી છે એમ કહી ઝગડો કરી છેલ્લા ત્રણ ચાર દિવસથી મારામારી કરે છે. આખા શરીર પર માર્યાના નિશાન છે. તમામ હકીકત જાણી પીડિતાના પતિને શક વહેમ કરી મારઝૂડ કરવું એ ગુનો છે, જે વિશે સમજ આપી. પરંતુ પતિ નશામાં હતા અને પીડિત મહિલાને ખુબ માર્યા હોવાથી પીડિત મહિલા આગળ કાર્યવાહી કરવા માંગતા હોવાથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે. આગળ કાર્યવાહી સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *