સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ૨૦૨૫ અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢ ખાતે “મત્સ્યપાલન ક્ષેત્રે ઉધ્યોગ સાહસિક્તાનો વિકાસ” વિષય ઉપર એક દિવસીય પરિસંવાદનુ તારીખ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢના આચાર્ય ડો. મીતા પટેલ, સિનિયર ફેકલ્ટી ડો. કે. એસ. પીઠાવાલા, સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે, એગ્રીકલ્ચર પોલિટેક્નિક ન. કૃ. યુ. વ્યારાના આચાર્ય ડો. એમ. એન. ચૌહાણ અને સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સંયોજક શ્રી. મીનેશભાઈ અગ્રવાલ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમાં કોલેજના ૧૦૦ જેટલા વિધ્યાર્થીઓ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમ દરમિયાન ડો. સ્મિત લેન્ડે દ્વારા મત્સ્યપાલન ક્ષેત્રે ઉધ્યોગ સાહસિક્તાનો વિકાસ બાબતે નવા સ્ટાર્ટઅપ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ ડો. એમ. એન. ચૌહાણ દ્વારા અત્રેના વિસ્તારમાં એગ્રો ટુરિઝમની શકયતાઓ અને શ્રી. મીનેશભાઈ અગ્રવાલ દ્વારા ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતી માટે સ્વદેશી ઉત્પાદનોનું મહત્વ બાબતે વિધ્યાર્થીઓ સામે વિચારો રજૂ કરવામાં આવ્યા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *