તાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા અજાણી ભૂલી પડેલ મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના મગરકુઇ ગામના સરપંચશ્રી દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ કરી જણાવવામાં આવેલ કે તેમના ગામમાં એક અજાણ્યા મહિલા છેલ્લા ચારેક કલાકથી ફરે છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે તેમજ હાલ વરસાદની મોસમ છે અને રાત્રીનો સમય છે જેથી મહિલાની મદદ માટે 181 પર કોલ કરેલ. આટલું સાંભળતા જ 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હકીકત જાણી તો તેમણે જણાવેલ કે તેમના ગામમાં એક વૃદ્ધ મહિલા ભૂલા પડ્યા છે જે પોતાનું નામ જણાવે છે અને સુરત જિલ્લાના માંડવી તાલુકાનું આમકુટા ગામ જણાવે છે તેમજ બીજા અન્ય અલગ અલગ ગામ કુકરમુન્ડા તેમજ ઉચ્છલ જણાવે છે જેથી સ્થળ પર બેનને મળી તેમના પરિવાર વિશે જાણવા પ્રયત્ન કર્યો તો તેમણે નામ જણાવેલ તેમજ એક દીકરો છે એમ જણાવેલ. તેઓ મગરકુઇ ગામમાં સંબંધીને ત્યાં આવ્યા છે એમ જણાવેલ પરંતુ સંબંધીનું નામ તેમને યાદ નથી અને તેઓને યાદ ન હોવાથી ગામ અને સરનામું જાણવા પ્રયત્નો કર્યા પરંતુ ચોક્કસ ગામનું નામ ન જણાતા હોવાથી રાત્રીનો સમય હોવાથી ભૂલા પડેલ મહિલાને તાપી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવેલ છે આગળ કાર્યવાહી સખી વન સ્ટોપ દ્વારા થશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

