હાંસોટ તાલુકાનાં છીલોદ્રા ગામનાં નવયુવાનો પગપાળા અંબાજી દર્શનાર્થે રવાના
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દેશનાં 51 શક્તિપીઠોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું શક્તિપીઠ અંબાજી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શકિત, ભક્તિ અને સંસ્કૃતિનાં આ ત્રિવેણી સંગમે પગપાળા પહોંચી માં અંબાનાં દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. માં પ્રત્યેની ભરપૂર આસ્થા સાથે હાંસોટ તાલુકાનાં છીલોદ્રા ગામનાં નવયુવાનો જયદીપ પટેલ, શ્રીકાંત પટેલ, મિતેશ પટેલ, અલ્પેશ પટેલ, રાજેશ પટેલ, હિતેશ પટેલ તથા લાલુ પટેલ આજરોજ અંબાજી પગપાળા યાત્રા માટે રવાના થયા હતાં.
આ પ્રસંગે ગામનાં મિત્રમંડળ તથા માતા-બહેનોએ તેમને કુમકુમ તિલક કરી ભાવપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. બાદમાં બોલ માડી અંબે, જય જય અંબેનાં નાદ સાથે યાત્રિકો રવાના થયા હતાં.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

