“નારી વંદન ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત તાપી જિલ્લામાં ૦૧ થી ૦૮ ઓગષ્ટ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે
તાપી જિલ્લાની મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ઉજવાશે “નારી વંદન સપ્તાહ”
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૧. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સામાજિક, આર્થિક, શારીરિક અને માનસિક સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને દર વર્ષે “નારી વંદન સપ્તાહ”નું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાનમાં તા. ૦૧ ઓગષ્ટથી તા. ૦૮ ઓગષ્ટ ૨૦૨૫ દરમિયાન તાપી જિલ્લામાં “નારી વંદન ઉત્સવ – ૨૦૨૫” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દિન વિશેષ આધારિત ઉજવણીઓ કરાશે જેમાં તા. ૦૧ ઓગષ્ટ-મહિલા સુરક્ષા દિવસ, ૨જી ઓગષ્ટ -બેટી બચાવો, બેટી પઢાવો, ૦૪ ઓગષ્ટ મહિલા સ્વાવલંબન દિવસ, તા. ૦૫ ઓગષ્ટ-મહિલા નેતૃત્વ દિવસ,તા. ૦૬ ઓગષ્ટ-મહિલા કર્મયોગી દિવસ,તા. ૦૭ ઓગષ્ટ-મહિલા કલ્યાણ દિવસ,તા. ૦૮ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસ ઉજવવામાં આવશે.
જેમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, સુરક્ષા સેતુ ટીમ, જિલ્લા કાનુની સેવા સત્તા સત્તા મંડળ, તાલુકા કાનુની સેવા સત્તા મંડળ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગ્રામ વિકાસ વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, GIDC, લિડ બેન્ક મેનેજર, આઇ.સી.ડી.એસ. વિભાગો સહભાગી થશે.
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને સશક્ત બનાવવો અને સમાજમાં તેમના યોગદાનને મહત્વપૂર્ણ માન્યતા આપવા માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

