સોનગઢની લીંબી નિવાસી શાળા ખાતે વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી કરાઈ

0
IMG-20250728-WA0029
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી નિવાસી શાળા લીંબી તા સોનગઢ જી. તાપી ખાતે કરવામાં આવી. જેમાં કેન્દ્રના તજજ્ઞો ડો. કિરણ જોરા અને કુ. રિતિકા ટંડેલ દ્વારા બાળકોને પર્યાવરણનું રક્ષણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ બાળકોદ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. વિદ્યાર્થિઓ સાથે તમામ કર્મચારીઓ, શિક્ષકો અને કેન્દ્રના તજજ્ઞો દ્વારા પર્યાવરણ નું રક્ષણ કરીએ અને વિશ્વ ને હરિયાળું બનાવીએ આ બાબતનું સંકલ્પ કરવામા આવ્યો. સદર કાર્યક્રમ આયોજનનું મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિ આપણા અસ્તિત્વનો આધાર છે, તેનું સંરક્ષણ ફક્ત આપણી જરૂરિયાત જ નહીં પણ આપણું કર્તવ્ય પણ છે એ હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other