વઘઈ કેવિકેમાં આણંદ વિસ્તરણ શિક્ષણ નિયામકના સહયોગથી ત્રી દિવસીય “Managerial Skills for Organizational Excellence” વિષયક ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. ઝેડ.પી. પટેલના માર્ગદર્શનથી યોજાયેલ ટ્રેનીંગ પ્રોગ્રામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. લલીત ઘેટીયા દ્વારા વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા સાથે રહીને આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેનેજરીયલ સ્કીલ્સ પર વિવિધ વ્યાખ્યાન કરવામાં આવ્યા. જેવા કે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, કોફ્લીક્ટ મેનેજમેન્ટ, ટીમ બિલ્ડીંગ વિગેરે. EEI, આણંદના કોર્ષ ડાયરેક્ટર ડૉ. નિધી ઠાકુર, ડૉ. નિતા કલ્સરીયા અને કેવિકે માંથી ડૉ. જીજ્ઞેશ ડોબરીયા તેમજ ડૉ. લલીત ઘેટીયા દ્વારા આ વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન તેમજ લાઈઝનીંગ શ્રી હર્ષદ પ્રજાપતિ અને શ્રી બિપીન વહુનિયા દ્વારા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ૩૫ થી વધારે કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં અસ્પી કોલેજ, નવસારી, કૃષિ મહાવિદ્યાલય, વઘઈ, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, સુરત, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, વઘઈ, આગાખાન તથા ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્ર્સ્ટ, આહવા જેવી જુદીજુદી સંસ્થાઓમાંથી વિસ્તરણ અધિકારીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, અધ્યાપકો તેમજ જે તે સંસ્થાના વડાશ્રીઓએ તાલીમમાં ભાગ લીધો હતો.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *