તાપી જિલ્લા વન અધિકાર સમિતિ દ્વારા વન અધિકારના દાવાઓની કાર્યવાહી કરવા રજૂઆત
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાના ગામોના આગેવાનો, વન અધિકાર સમિતિના પ્રમુખ, મંત્રી અને સરપંચશ્રીઓ દ્વારા તાપી જિલ્લાના કલેકટરશ્રીને પત્ર આપી માંગ કરાઈ છે કે, “અનુસૂચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (વન અધિકારો માન્ય કરવા) અધિનિયમ ૨૦૦૬ મુજબ વ્યક્તિગત દાવા અને સામુહિક દાવાઓના પ્રશ્નો રજૂ કરેલ છે. -(૧) ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતી જંગલની જમીન પર જાતે ખેતી કરતા હોય અધિકાર માટે અનુસૂચિત માં જણાવેલ ઈસમોના દાવાઓ નમૂના ફોર્મ ક માં વન અધિકાર સમિતિને મળેલ છે, સંબંધિત વન અધિકાર સમતિએ અને ગ્રામ પંચાયતોએ દાવેદારોના દાવા અંગે ગ્રામ સભાનો ઠરાવ કરી પેટા વિભાગીય સમિતિને સાધનિક કાગળો સાથે રજૂ કરેલ છે. જેમાંથી ૬૫૦ જેટલી દાવા અરજીઓ મંજૂર થયેલ છે. અને બાકીની દાવા અરજીઓ પેન્ડિંગ છે તે દાવા અરજી મંજૂર થાય તે માટે આગળની કાર્યવાહી કરવા વિનંતી. (૨) વન અધિકાર નિયમ ૨૦૦૬ અંતર્ગત નમુના ફોર્મ-ખ સામુદાયિક અધિકાર દાવાઓના ફોર્મ ભરવામાં આવેલ છે. જે બાબતે સામુદાયિક વન અધિકાર જિલ્લા કક્ષાની વન અધિકાર સમિતિની તારીખ: ૨૯/૧૦/૨૦૧૦ ની બેઠકમાં માન્ય કરવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી તે જે તે ગામને મંજૂર થયેલ અધિકાર પત્ર આપવામાં આવેલ નથી. સામુદાયિક અધિકાર પત્ર મંજૂર થયેલ છે તે જે તે ગામોને મળી જાય એવી વિનંતી છે. (3) અનુસૂચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (વન અધિકાર માન્ય કરવા) બાબત અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત ૨૦૦૫ પહેલાથી જંગલ જમીન પર ખેડ હક તરીકે કબ્જો ધરાવતા વ્યક્તિઓના દાવા કોર્મ ભરવાના બાકી રહી ગયેલ છે. જે દાવેદારોની ગ્રામસભામાં યાદી તૈયાર કરી સામાન્ય સાભાના ઠરાવ સાથે ગામોની દરખાસ્ત ટ્રાઈબલ સબ પ્લાન સોનગઢ ખાતે કરવામાં આવેલ છે. તેની આગળની કાર્યવાહી કરવા વિનંતી છે.”
ઉપરોક્ત જણાવેલ રજૂઆતો ઘરતી આબા આયોજનમાં લઈ અંતરિયાળ અને જંગલ વિસ્તારના મુખ્ય પ્રશ્નો ધ્યાનમાં લઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવે. એવી માંગણીઓ કરવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

