દ.ગુ.વી.કં. લિ. ધરમપુર વિભાગીય કચેરી હેઠળ સોલર વિલેજ સ્પર્ધામા 11 ગામો જોડાયા

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા- નિઝર) : સરકારશ્રીની મોડેલ સોલર વિલેજ સ્પર્ધા અંતર્ગત દ.ગુ.વી.કં. લિ. ધરમપુર વિભાગીય કચેરી હેઠળ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ધરમપુર અને કપરાડા તાલુકાના કુલ મળીને ૧૧ અનુક્રમે ૧) બિલપુડી ૨) તિસ્કરી તલાટ ૩) આંબા તલાટ ૪) વાંકલ ૫) ફલધરા ૬) અંભેટી ૭) મોટાપોંઢા ૮) માંડવા ૯) કપરાડા ૧૦) સિલ્ધા ૧૧) આસ્લોણા ગામોમાં તારીખ ૧૪/૦૭/૨૫ થી ૧૭/૦૭/૨૫ દરમિયાન સોલર મોડલ વિલેજ સ્પર્ધા સંદર્ભે રૂફટોપ સોલર પેનલ સિસ્ટમથી ગ્રામ્ય કક્ષાએ લાભાર્થી નાગરિકોને કેટલો ફાયદો થાય અને કેવી રીતે વીજ બચત થઈ શકે તેમ જ વીજળીને ગ્રીડમાં આપી, કેવી રીતે વેચાણ કરી શકાય, સાથે સાથે વીજ સલામતી જેવા વિષયો પર જ્ઞાન સાથે ગમ્મત આપતું શેરી નાટક અમદાવાદ સ્થિત રાજુભાઈ જોશી અને તેમના કલાકારોના ગ્રુપે ભજવી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. આ નાટ્ય કાર્યક્રમમાં માન. ધારાસભ્યશ્રી, કપરાડા- શ્રી જીતુભાઈ ચૌધરી,સદર ૧૧ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટી શ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, સદર સોલાર મોડેલ વિલેજ સ્પર્ધા જિલ્લા કક્ષાએ આયોજિત છે જેમાં વધારે સોલાર કેપેસિટી સાથે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવનાર ગામને માન.સરકાર શ્રી તરફથી ગામના વિકાસ અર્થે એક કરોડની ગ્રાન્ટ પ્રદાન થવાની છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *